કર્મચારી નામનિર્દેશ (Nomination) ફોર્મ
ફોર્મ ભરતાં પહેલાં નીચેની સૂચનાઓ ધ્યાનથી વાંચો.
સૂચના ૧ — તમામ માહિતી ફક્ત ગુજરાતીમાં જ ભરવાની રહેશે.
અંગ્રેજીમાં ભરેલું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
સૂચના ૨ — માહિતી ધ્યાનપૂર્વક ભરો. એક વખત સબમિટ કર્યા પછી તેમાં
કોઈ પણ ફેરફાર થઈ શકશે નહીં.
- ફોર્મમાં માંગેલી બધી વિગતો ગુજરાતી ભાષામાં ભરો. તારીખ, રકમ અને ટકાવારી
માટે અંકનો ઉપયોગ કરવો.
- સબમિટ કરતાં પહેલાં નામ, જન્મ તારીખ, નિમણૂક તારીખ, પૂરા પગારની તારીખ અને
મૂળ પગાર સેવાપોથી (Service Book) સાથે સરખાવી લેવા.
- નામનિર્દેશિત વ્યક્તિ એક કરતાં વધુ હોય તો “નામનિર્દેશિત ઉમેરો” બટન દબાવીને
વધારાની હરોળ ઉમેરી શકાશે.
- તમામ નામનિર્દેશિતોના ટકાવારીનો સરવાળો બરાબર ૧૦૦% થવો ફરજિયાત છે.
- સેવાપોથી તથા જરૂરી પ્રમાણપત્રોની સ્કેન કરેલી નકલ એક જ PDF ફાઇલમાં
જોડવાની રહેશે. ફાઇલનું કદ વધુમાં વધુ ૧૫ MB. PDF સિવાયની ફાઇલ સ્વીકારાશે નહીં.
- સબમિટ થયા બાદ યુનિક રજિસ્ટ્રેશન નંબર મળશે. તે નંબર સાચવી રાખવો અને
પ્રિન્ટ કાઢીને આચાર્યની સહી સાથે કચેરીમાં જમા કરાવવો.
- એક કર્મચારીએ ફક્ત એક જ વાર ફોર્મ ભરવાનું છે. ખોટી કે અધૂરી માહિતી બદલ
જવાબદારી કર્મચારીની રહેશે.